મોરબી જિલ્લામાં વિવિધ કલમો હેઠળ રીક્ષા, પિક અપ વાહનો સહિત માલવાહક ટ્રક ડિટેઇન કરાયા

- text


મોરબી : ગત માસે શરૂ થયેલી ટ્રાફિક પોલીસ ડ્રાઈવ અંતર્ગત શુક્રવારે દિવસ દરમ્યાન અસંખ્ય રિક્ષાઓ, માલવાહક ટ્રકો, પેસેન્જર વાહનો વિવિધ કલમો હેઠળ ડિટેઇન કરી વાહન ચાલકો સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. છેલ્લા એક માસ દરમ્યાન ચાલી રહેલી પોલીસ કાર્યવાહીથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે, બીજી તરફ ટ્રાફિક નિયમભંગ કરવાનું પ્રમાણ ઓછું થતું ન હોય વાહનચાલકોની સમજણ- સહકારની ભાવના પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં વી.સી. ફાટક સર્કલ પાસે સીએનજી રીક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે પાર્ક કરવા બદલ 2 રીક્ષા ચાલક સામે, ગાંધીચોકમાં 1 રીક્ષા ચાલક સામે, મોરબી સીટી. બી. ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં સનુરા સીરામીક પાસે સીએનજી રીક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે પાર્ક કરવા બદલ 2 રીક્ષા ચાલક સામે, માળીયા ફાટક પાસે ટ્રાફિકને અડચણ થાય એ રીતે રીક્ષા પાર્ક કરવા બદલ ચાલક સામે, IPC કલમ 283 મુજબ ગુન્હો નોંધી ઉપરોક્ત તમામ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

જ્યારે કુબેર સિનેમા સામેથી રોંગ સાઈડમાં છોટા હાથી પુરપાટવેગે અને લાઇસન્સ વગર ચલાવવા બદલ ચાલક સામે, તથા 4 રીક્ષા ચાલક સામે બેફિકરાઈથી રીક્ષા ચલાવવા બદલ ગુન્હો નોંધી રીક્ષાઓ ડિટેઇન કરાઈ હતી. જ્યારે બી.ડીવી. પો. સ્ટે. વિસ્તારની હદમાં આવતા વાંકાનેર નેશનલ હાઇવે રોડ સ્થિત નિર્મળ જ્યોતિ પેટ્રોલ પંપ સામેથી હોન્ડા આઈ 20 કાર રોંગ સાઈડમાં ચલાવવા બદલ ચાલક સામે, 1 ટ્રક ચાલક સામે, વિશાલ ફર્નિચર પાસેથી 1 છોટા હાથી બેફિકરાઈથી ચલાવવા બદલ તેના ડ્રાઈવર સામે, તથા મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં લાલપર ગામ સામે ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે ટ્રક પાર્ક કરવા બદલ ટ્રક ચાલક સામે, લાલપર ગામ નજીક સ્કોડા કાર ખોટી રીતે પાર્ક કરવા બદલ કારચાલક સામે, લાલપર ગામની સામેથી 1 બોલેરો કાર પુરપાટ ઝડપે ચલાવવા બદલ ડ્રાઈવર સામે, રફાળેશ્વર પાસેથી 1 મારુતિ કાર અનિયંત્રિત બને એવી ગતિથી ચલાવવા બદલ ચાલક સામે ipc કલમ 279, એમવી એકટની કલમ 177, 184, 119 મુજબ ગુન્હો નોંધી ઉક્ત તમામ વાહનો ડિટેઇન કરાયા હતા.

- text

વાંકાનેર સીટી પો. સ્ટે.ની હદમાં જિનપરા જકાતનાકા પાસે ઇકો કાર ટ્રાફિકને નડતરરૂપ થાય એ રીતે પાર્ક કરવા બદલ ચાલક સામે તથા 2 રીક્ષા ચાલક સામે અણધડ રીતે રીક્ષા પાર્ક કરવા બદલ બન્ને ચાલક સામે આઈપીસીની કલમ 283 મુજબ ગુન્હો નોંધી ઉક્ત વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં ઢૂંવા ચોકડી પાસે સીએનજી રીક્ષા અનઅધિકૃત જગ્યામાં પાર્ક કરવા બદલ 5 રીક્ષા ચાલકો સામે, તથા 2 રીક્ષા ચાલકો સામે જોખમી ડ્રાઈવિંગ કરવા બદલ ગુન્હો નોંધી રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી હતી.

જ્યારે ઓટો રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડવા બદલ એક રીક્ષા ચાલક સામે કલમ 188 મુજબ ગુન્હો નોંધી રીક્ષા ડિટેઇન કરાઈ હતી. જ્યારે માળીયા મી.ના ત્રણ રસ્તા પાસે નંબર પ્લેટ વિનાની રીક્ષા ગફલતભરી રીતે ચલાવવા બદલ ચાલક સામે, હળવદ પો.સ્ટે. વિસ્તારમાં હોન્ડા શૉ રૂમ સામેથી ઓવર સ્પીડથી રીક્ષા ચલાવવા બદલ ચાલક સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી ઉક્ત વાહનો ડિટેઇન કરાયા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text