સીરામીક ફેકટરીમાં લોડરની હડફેટે ચડી જતા એક વર્ષના બાળકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર નજીક આવેલ સીરામીક ફેકટરીમાં લોડરની હડફેટે એક વર્ષનો બાળક ચડી જતા આ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે આવેલ સ્પીનોરા સીરામીક ફેકટરીમાં પરિવાર સાથે રહીને મજૂરી કામ કરતા કૈલાશભાઈ જનુભાઈ માલ નામના શ્રમિક ગઈકાલે તા.28 ના રોજ આ સીરામીક ફેકટરીના માટીખાતામાં મજૂરી કામ કરતા હતા અને તેમનો એક વર્ષનો પુત્ર ગોલું પણ ત્યાં જ માટીમાં રમતો હતો. તે સમયે જીજે 36 5 1688 નંબરના લોડરચાલકે આ સીરામીક ફેકટરીના માટીખાતામાં પોતાનું લોડર બેદરકારીથી ચલાવીને ત્યાં રમતા એક વર્ષના બાઈક ગોલુંને હડફેટે લેતા આ બાઇકને ગંભીર ઇજા થવાથી તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવથી શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવ અંગે મૃતક બાળકના પિતાએ લોડર ચાલક સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text