વાંકાનેરના લક્ષ્મીપરા આંગણવાડીમાં વાનગી અને પોષણ સલાડની હરીફાઈ યોજાઇ

- text


વાંકાનેર : વાંકાનેર સીટી ઘટક-૧માં લક્ષ્મીપરા B ખાતે “સહી પોષણ દેશ રોશન” અંતર્ગત મુખ્ય સેવિકાના માર્ગદર્શન હેઠળ આંગણવાડી લક્ષ્મીપરા B, 25 વારીયા A અને મોમીનશેરી દ્રારા આંગણવાડી કેન્દ્રમાં વાનગી સ્પર્ધા અને પોષણ સલાડની હરીફાઈ યોજી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

લાભાર્થીઓને વિવિધ શાકભાજીમાંથી કેટલા પ્રમાણમાં પોષણ મળે છે. તે અંગે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સમજણ આપવામાં આવી હતી અને ખાસ કિશોરીઓને યોગા અને કરાટે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કિશોરીઓ દ્વારા બનાવેલી વાનગીનું નિદર્શન કરી વિજેતા કિશોરીઓને ઇનામ વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય સેવિકા ચાંદનીબેન, અલ્પાબેન તથા આરોગ્ય વિભાગના ડૉ. અનિલ પરમાર હાજર રહ્યા હતા અને તેઓએ લાભાર્થીઓને “સહી પોષણ દેશ રોશન” અંતર્ગત પોષણ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text