હળવદના ટિકર ગામે જુગાર રમતા 7 ઝડપાયા, 1 ફરાર

- text


હળવદ : હળવદના ટિકર ગામે જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા હતા. જ્યારે રેડ પડતા એક શખ્સ નાસી જતા પોલીસે તેની શોધખોળ આદરી છે.

હળવદના ટિકર ગામના કોળીવાસમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા નારાયણ ગોરધનભાઇ હડિયલ, હર્ષદરાય ચુનીલાલ વાસરાણી, ભરત ડીનેશભાઈ પરમાર, સંજયભાઇ શંકરલાલ ચૌહાણ, વિશાલ દિનેશભાઇ પરમાર, વાસુદેવભાઈ મણિલાલ એરણીયા, નાગરભાઈ મુળજીભાઈ પરમાર રૂપિયા 12 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જ્યારે તકનો લાભ ઉઠાવી દેશળભાઈ ગાંડુભાઈ પરમાર નાસી છૂટતા પોલીસે તેને ઝડપવાની તજવીજ હાથ ધરી છે. ઉક્ત તમામ આરોપીઓ સામે જુગારધારની કલમ 12 મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text