મોરબી : મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો આથો અને વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકામાં એક મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો આથો અને વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

ગત તા. 18ના રોજ રવિરાજસિંહ ગનુભા જાડેજા (રહે. કેરાળા (હરીપર), મયુરપુરીમા, તા.જી. મોરબી) પોતાના કબજા ભોગવટાવાળા બંધ મકાનમા આથો ભરેલ પ્લાસ્ટીકના કેરબા તથા બેરલ નંગ 6, દેશી દારૂ બનાવવાનો આથો લિ. 750 તથા તથા દેશી દારૂ બનાવવાના સાધનો તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 55, એમ મળી કુલ કિ.રૂ. 25,375નો મુદ્દામાલ ગે.કા પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે રાખેલ મળી આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર ન હોવાથી પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text