શિક્ષકોના 4200 ગ્રેડ-પેને લઈને ટ્વીટર પર #ThumbDownSelfi આંદોલન શરૂ

- text


મોરબી : હાલમાં ગુજરાત રાજ્યના 2010 પછીની ભરતીના પ્રાથમિક શિક્ષકોમાં ભારોભાર અસંતોષ જોવા મળ્યો છે. જેને લઇને શિક્ષક પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા ટ્વીટરના માધ્યમથી #ThumbDownSelfi આંદોલનની શરુઆત કરવામાં આવી છે.

હાલ ઘણા સમયથી પ્રાથમિક શિક્ષકોના ગ્રેડમાં એક નીતિવિષયક નિર્ણયને કારણે જે ભૂલ થઈ અથવા જાણી જોઈને કરેલી ભૂલ હોય, જે પણ હોય પણ. તેથી, 65,000 શિક્ષકોને મોટું આર્થિક નુકશાન ભોગવવું પડી રહ્યું છે. પરંતુ સરકાર જ્યારે હવે 30% પગારમાં કાપ મુકવા જઈ રહી છે. ત્યારે એવા સમયમાં આ નિર્ણય ખુદ નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હોવા છતાં લટકી રહ્યો છે. શિક્ષકોમાં ગણગણાટ છે કે સરકાર જાહેરાત કરી હોવા છતાં આપવા માંગતી નથી. જેને લીધે ફરી #4200Gujarat નું આંદોલન આગામી દિવસોમાં શોશીયલ નેટવર્કીંગ સાઈટો પર ચલાવવામાં આવશે. આ બાબતે શિક્ષકોનો સહકાર મળી રહ્યો છે. ટ્વીટ પર #ThumbDownSelfi ને સમર્થન આપવા https://twitter.com/jadeja_pushpraj/status/1305087310107533312?s=09 પર ક્લિક કરવાનું રહેશે, તેમ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા યાદીમાં જણાવાયું છે

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text