હળવદની યુવતીના અપહરણ ગુનામાં અઢી વર્ષથી નાસતો આરોપી ગાંધીનગરથી પકડાયો

- text


મોરબી : મોરબી એસ.ઓ.જી. દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં અઢી વર્ષથી નાસતા-ફરતો આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે.

ગઈકાલે તા. 13ના રોજ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ ટીમ દ્વારા ગાંધીનગર જીલ્લાના સાંતેજ ગામે તપાસ કરતા હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો નાસતો ફરતો આરોપી દિલીપભાઇ હજુરભાઇ ઠાકોર (રહે. હાલ સાંતેજ ગામ, મેલાભાઇ રબારીના મકાનમાં ભાડેથી, તા.જી.ગાંધીનગર, મુળ રહે. ખીજડીયારી, તા.શંખેશ્વર, જી.પાટણ) તથા ભોગ બનનાર બંન્ને મળી આવ્યા હતા. એસ.ઓ.જી. ટીમે આરોપીને તથા ભોગ બનનારને હળવદ પોલીસ સ્ટેશનને સોપીને ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text