માળિયાના મીઠાના અગરોને થયેલ નુકશાન અંગે કલેક્ટરને રજુઆત

- text


અગરિયા હિત રક્ષક મંડળ દ્વારા ડિઝાસ્ટર અંતર્ગત પગલાં ભરવા માંગ

મોરબી : મોરબીના મચ્છુ-3 ડેમમાંથી છોડવામાં આવેલ પાણી માળીયા મિયાણા તાલુકાના મીઠાના અગરોમાં ઘુસી જતા અગરિયા પરિવારોને થયેલા નુકશાન મામલે મંગળવારે અગરિયા હિત રક્ષક મંડળ દ્વારા અધિક જિલ્લા કલેક્ટરને રજુઆત કરી ડિઝાસ્ટર અંતર્ગત પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી.

અગરિયા હિત રક્ષક મંચ સંસ્થા દ્વારા માળીયા મિયાણા તાલુકાના ગુલાબડી વાંઢ, આંકડિયા સહિતના ગામોમાં મચ્છુ-3માંથી છોડવામાં આવેલ પાણી મીઠાના અગરમાં ઘુસી જવા મામલે અધિક કલેક્ટર શિવરાજભાઈ ખાચરને રજુઆત કરતા જણાવ્યું હતું કે, અચાનક વધુ માત્રામાં છોડવામાં આવેલ પાણીને કારણે ડેમના પાણી મીઠાના અગર સુધી પહોંચી ગયા હતા. ખાસ કરીને અગરિયા પરિવારોની રોજી રોટી માટે એક માત્ર મીઠાના અગર જ હોય આ ઘટના બાદ અગરિયા પરિવારોને પારાવાર નુકશાન પહોંચ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ઘટના બીજી વખત ન બને તે અંગે સૂચના આપવા તેમજ ઘટનામાં આપદા નિવારણ અધિકારી તરીકે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી હતી.

- text

- text