Morbi: ‘તમામ કામ સાઈડમાં મુકી પહેલા મતદાન કરો’: ચૂંટણી તંત્ર દ્વારા શોર્ટ ફિલ્મ પ્રસિદ્ધ કરાઈ

- text


https://www.instagram.com/reel/C6YjK7xC8b7/?utm_source=ig_web_copy_link

અરે સાત વાગી ગયા, ચાલો મતદાન કરવા જઈએ એવો શોર્ટ ફિલ્મનો મતદાન જાગૃતિનો આશય
Morbi: મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે કરવામાં આવી રહેલા પ્રયાસોના ભાગરૂપે મતદારોને જાગૃત કરવા માટે ત્રણ શોર્ટ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં એક ફિલ્મ તમામ કામ કરતા મતદાન કરવાનું કામ વધુ મહત્વનું છે તેઓ સંદેશો ફેલાવતી શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે.

અન્ય તમામ પ્રવૃત્તિ કરતા સૌથી પહેલું કામ મતદાન કરવાનું છે તેઓ સંદેશો આપી મતદારોને મતદાન માટે અપીલ કરતી શોર્ટ ફિલ્મ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના નેતૃત્વમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીંપસિંહ વાળા માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બનાવવામાં આવી છે .

- text

રમતગમત, પૂજાપાઠ, ધંધો-વ્યવસાય કે લગ્ન તમામ પ્રવૃત્તિઓને બાજુમાં મૂકી સૌથી પહેલું મતદાન કરવું કેમકે ૭ વાગી ગયા છે મતદાન કરવાની કામગીરીની શરૂઆત થઈ ગઈ હશે એવો સંદેશો આપતી આ શોર્ટ ફિલ્મ મતદાન જાગૃતિ માટે ખરેખર મહત્વની બની રહેશે.

- text