Morbi: આપણું લક્ષ ૧૦૦% મતદાન: મોરબીમાં મતદાન જાગૃતિ માટે શોર્ટ ફિલ્મ રિલીઝ

- text


Morbi: મતદાનનાં મહાપર્વ ને ઉજવવાનો સમય અત્યંત નજીક આવી ગયો છે. મતદાન કરવું એ આપણી નૈતિક અને અમૂલ્ય ફરજ પણ છે આગામી 7મેનાં રોજ મોરબી જિલ્લાના દરેક નાગરિકો મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા શોર્ટ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે.

https://www.instagram.com/reel/C6YjK7xC8b7/?utm_source=ig_web_copy_link

- text

મોરબી જિલ્લામાં ૧૦૦% મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે “આપણું લક્ષ ૧૦૦% મતદાન” થીમ હેઠળ મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મોરબી જિલ્લા નાં તમામ નાગરિકો માટે એક શોર્ટ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વતની શહેરી વિસ્તારમાં રહેતા નાગરિકો ને ફિલ્મના માધ્યમ થી મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. શોર્ટ ફિલ્મમા દર્શાવ્યા અનુસાર શહેરમાં વસતા પરિવાર પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવા માટે પોતાના વતનમાં જઈ રહ્યો છે અને અવશ્ય મતદાન કરશે તેમ જણાવી રહ્યો છે તો તમામ નાગરિકો પોતાના મતનું મૂલ્ય સમજીને મતદાન કરે તેવી અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે.

- text