મોરબીના નવલખી હાઈવેની હાલત કથળી, ઠેર-ઠેર અકસ્માત સર્જે તેવા જીવલેણ ખાડાઓ

- text


મોરબી : વરસાદી માહોલ બાદ સમગ્ર મોરબી શહેરમાં રોડ રસ્તાની હાલત કફોળી બની છે. અનેક રોડ પર પાણી ભરાઈ જવાના કારણે માત્ર કાંકરા જ રહ્યા છે. અને જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

મોરબીના નવલખી હાઈવે પર ઠેર ઠેર રસ્તામાં અકસ્માત સર્જાય તેવા ખાડાઓ નિર્માણ પામ્યા છે. જેના કારણે માનવજીવન જોખમમાં મુકાયું છે. જો કે નવલખી હાઈવે પર પુરપાટ ઝડપે ચાલતા વાહનો ખાડાઓના કારણે મોટું અકસ્માત સર્જે તેવી ભીતિ સર્જાઈ છે. અને હાઈવે પર અનેક જગ્યાએ ખાડાઓના કારણે કાંકરાની કડ બંધાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. નવલખી હાઈવે અગાઉ પણ અકસ્માતનું હબ બની ચુક્યું છે. અને હાઈવે પર અનેક અકસ્માત થવાની ઘટનાઓ બની છે. ત્યારે ફરી નવલખી હાઈવે પર ઠેર-ઠેર મસમોટા ગાબડાં દુર્ઘટનાને નોતરતા હોય તેવુ રાખી રહ્યું છે. ત્યારે તાત્કાલિક ખાડાઓનું સમારકામ કરવા લોકમાંગ ઉઠી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text