મોરબીમાં એરપોર્ટ બનાવવા જમીન સમથળ કરવા સહિતની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે

- text


મોરબીનો વિકાસ હવે આકાશે આંબવા તરફ : રાજપર ગામ ખાતે જમીન સમથળ કરવા અને એરપોર્ટની કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી શરૂ કરવા તજવીજ શરૂ

મોરબી : જેમ દરેક માનવીને ઘરના ઘરનું સ્વપ્ન હોય છે એવી જ રીતે દરેક વિકસતા ‘નગર’ને પોતાના શહેરમાં એરપોર્ટનું સ્વપ્ન હોય છે. મોરબીવાસીઓનું એ સ્વપ્ન હવે ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે. ડાયરેકટર ઓફ એવિએશન દ્વારા ફળવેલી જગ્યાનો કબજો સંભાળી ઉપસચિવ માર્ગ અને મકાન વિભાગના ગાંધીનગરને પત્ર લખી રાજપર ગામે જમીન સમથળ કરવા અને એરપોર્ટ માટે કમ્પાઉન્ડ વોલ બનાવવા જણાવ્યું હતું. આગામી સમયમાં મોરબી માર્ગ વિભાગ કચેરીને લેખિત આદેશ મળ્યા બાદ તેઓ દ્વારા જમીન સમથળ અને કમ્પાઉન્ડ વોલ અંગેની કામગીરી ધરશે.

- text

મોરબી જિલ્લા કલેકટર દ્વારા મોરબીના રાજપર ગામે એરપોર્ટ માટે 90 હેકટર જમીન એરપોર્ટ ઓથોરિટીને ફાળવી દેવામાં આવ્યા બાદ હવે આ પ્રસ્તાવિત એરપોર્ટની હવાઈપટ્ટી માટે જમીન સમથળ કરવા તેમજ એરપોર્ટની કમ્પાઉન્ડ વોલ બાંધવાની કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગને જણાવી દેવામાં આવ્યું છે. 2017ની સાલમાં જ એરપોર્ટ બિલ્ડીંગ સહિતના બાંધકામ માટે સરકાર તરફથી જે માતબર રકમ ફાળવવામાં આવી હતી જેનો ઉપયોગ હવે શરૂ થશે. મોરબી શહેરને એરપોર્ટ અંગે વિશ્વ હિન્દુ પરિષદ, મોરબી જિલ્લા મંત્રીએ હસમુખભાઈ ગઢવી દ્વારા પાછલા 3 વર્ષોથી પ્રસ્તાવિત એરપોર્ટ શરૂ કરવા માટે પ્રયત્નો થતા આવ્યા છે; જેને અંતે સફળતા મળી છે.

આ અંગે મોરબી માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે હાલ આ જગ્યાનો એવિએશન દ્વારા કબજો સંભાળવા અંગે તજવીજ ચાલી રહી છે. ઉચ્ચ કક્ષાએથી અમારી કચેરીને આ અંગે આદેશ મળ્યો નથી પણ ટુક સમયમાં મળી જશે. ત્યારબાદ કમ્પાઉન્ડ વોલ અને જમીન સમથળ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text