મોરબીમાં કોલસાના યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબીના લખધીર પુર રોડ ઉપર આવેલ કોલસાના યુનિટમાં કામ કરતી વખતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હરિકોલ કોર્પોરેશનમાં મજૂરી કામ કરીને ત્યાંજ રહેતા મનીષભાઇ પપ્પુભાઇ મીણા (ઉ.વ-૨૩) નામનો શ્રમિક યુવાન ગઈકાલે તા.૧૧ ના રોજ હરિકોલ કોર્પોરેશનમા કામ કરતો હતા. ત્યારે તેને કોઇપણ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આ શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું. બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text