મોરબી જિલ્લામાં વરસાદના લીધે થયેલ નુકસાની માટે રૂ. 1000 કરોડનું પેકેજ આપવા માંગ

- text


મોરબી : મોરબીના જાગૃત નાગરિક પંકજ રાણસરીયા, ભાવેશ વડાલીયા, જયેશ કામરિયાં અને યોગેશ રંગપડીયા દ્વારા જિલ્લાને લીલો દુકાળ જાહેર કરી રૂ. 1000 કરોડનું સ્પેશિયલ પેકેજ આપવા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

તેઓએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે મૌસમનો રેકર્ડબ્રેક 175 થી 200% આસપાસ વરસાદ થતા મોરબી જિલ્લાને ઓછામાં ઓછું 1000 કરોડનું સ્પેશિયલ પેકેજ તાત્કાલિક આપી જીલ્લાને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. મોરબી જિલ્લા માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રવર્તમાન SDRF અને NDRF ની જોગવાઈઓ, રાજય સરકારની “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” તો લાગુ કરવામાં આવે જ પરંતુ સાથે સાથે જિલ્લામાં વરસાદ જે રીતે સાર્વત્રિક નુકશાન કર્યું છે એ જોતાં આ યોજનાઓ પૂરતી નથી. આથી, મોરબી જિલ્લા માટે 1000 કરોડનું ઓછામાં ઓછું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે. જેમાં જિલ્લાના એક-એક ખેડૂતોને થયેલ પાક નુકશાનીની આકારણી કરી તેને યોગ્ય વળતર આપવામાં આવે, ખેડૂતોને થયેલ જમીનના ધોવાણની આકારણી કરવામાં આવે. અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, વરસાદના કારણે તણાઈ જવાથી, ડૂબી જવાથી કે વીજળી પડવાના કારણે માનવ મૃત્યુની દુર્ધટનાઓમાં સહાય જાહેર કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text