બગથળાની ઉચ્ચ માધ્યમિક સરકારી શાળા દ્વારા ઓનલાઇન શિક્ષક દિન ઉજવાયો

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામની ઉચ્ચ માધ્યમિક સરકારી શાળા દ્વારા ગત તા. 5ના રોજ ઓનલાઇન શિક્ષક દિન ઉજવાયો છે. હાલમાં સ્કૂલો બંધ હોવાથી શિક્ષકો ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે. ત્યારે શિક્ષક દિનના રોજ વિદ્યાર્થીઓએ જ શિક્ષક બની વર્ચ્યુઅલ ક્લાસ મારફત અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું. જે સૌ માટે તદ્દન નવો જ અનુભવ હતો. આ તકે હસ્તી, લીના, જાગૃતિ, રંજન, જીગર, વિકીએ શિક્ષક બની ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું. તેમ આચાર્ય કે. વી. ઠોરીયાએ યાદીમાં જણાવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text