એરમેન ભરતી માટે તા. 8થી 10 સપ્ટે. સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે

- text


મોરબી : એરમેન સીલેક્શન સેન્ટર મુંબઇ દ્વારા એરમેન ગ્રૂપ-Y પર ભરતી કરવા માટે તા.૨૩/૦૯/૨૦૨૦ થી તા. ૦૪/૧૦/૨૦૨૦ દરમિયાન કેન્દ્રીય વિદ્યાલય, મકરપુરા, વડોદરા ખાતે ભરતી રેલીનું આયોજન કરવામાં આવેલ છે. સદર ભરતીમાં તા.૧૭/૦૧/૨૦૦૦ થી તા. ૩૦/૧૨/૨૦૦૩ વચ્ચે જન્મેલા અને ૧૦+૨ ની પધ્ધ્તિમાં ૫૦ % સાથે ધો.૧૨ પાસ કે સમકક્ષ (અંગ્રેજી વિષય સાથે) લાયકાત ધરાવતા પૂરૂષ ઉમેદવારો અરજીપાત્ર છે. એરમેન ભરતી રેલીમાં ઉપસ્થિત રહેવા ઇચ્છુક ઉમેદવારોએ તા. ૦૮/૦૯/૨૦૨૦ થી તા. ૧૦/૦૯/૨૦૨૦ દરમિયાન એરમેન સીલેક્શન સેન્ટરની વેબસાઇટ www.airmenselection.cdsc.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવે છે.

રોજગાર વિનિમય કચેરી, મોરબી દ્વારા તા. ૦૯/૦૯/૨૦૨૦ ના રોજ બપોરના ૩.૦૦ કલાકે એરમેનની ભરતી અંગે માહિતિ-માર્ગદર્શન માટે વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જોડાવા માટે અનૂરોધ કરવામાં આવે છે. ગૂગલ પ્લે સ્ટોરમાંથી વિના મૂલ્યે “ગૂગલ મીટ” મોબાઇલ એપ ડાઉન લોડ કરીને https://meet.google.com/uia-fctu-cyo લીંક પર જોડાઇ શકાશે. તેમ રોજગાર કચેરી મોરબી ની યાદીમાં જણાવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text