મહાકાય મચ્છુ-2 ડેમ ચાર વાર ભરાઈ જાય એટલું પાણી ચાલુ વર્ષે મચ્છુ નદીમાં છોડાયું

- text


3104 MCFTની ક્ષમતા ધરાવતા મચ્છું- 2 ડેમમાંથી ચાલુ સીઝનમાં ઉપરવાસમાંથી થયેલ ભારે પાણીની આવકને કારણે 14,360 MCFT પાણી નદીમાં છોડવામાં આવ્યું

મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં મેઘરાજાએ ચાલુ વર્ષે કઈક વધુ જ હેત વરસાવ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણે સમગ્ર જિલ્લામાં કુલ સિઝન કરતા બમણો વરસાદ નોંધાયો છે. જેનાં કારણે તમામ જિલ્લાભરના જળાશય કહો કે સિંચાઈ અને પીવાના પાણીના સ્ત્રોત સમાં 10 ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા. મોરબી જિલ્લાનો સૌથી મોટો ડેમ એવા મચ્છુ 2 ડેમમાં પણ કુલ સપાટી કરતા વધુ પાણીની આવક થવાને કારણે અનેકવાર ડેમનાં ગેટ ખોલવા પડ્યા હતા.

- text

મોરબી શહેરની જીવાદોરી સમાન મચ્છુ ડેમની કુલ સપાટી 3104 એમસીએફટી છે. પરંતુ સૂરક્ષા કારણો સર 90 ટકા એટલે કે 2790 એમસીએફટી સપાટીએ પહોંચતા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. ચાલુ સિઝન દરમિયાન મચ્છુ ડેમમાંથી કુલ 14,360 એમસીએફટી એટલે કે ડેમની કુલ ક્ષમતા કરતાં 4.62 ગણી પાણીની વધારે આવક થઈ હતી જે પાણી નદીમાં છોડવાની ફરજ પડી હતી. ચાલુ સીઝનમાં 4 વખત ડેમ સંપૂર્ણ પણે ભરી શકાય તેટલા પાણીનૉ નિકાલ કરવામાં આવ્યો હતો. હાલ પણ ડેમમાં 1938 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.અને ડેમ પૂર્ણ સપાટીએ ભરેલો હોવાના કારણે ડેમના 2 દરવાજા દોઢ ફૂટ ખુલ્લા રાખી 1938 ક્યુસેક પાણીનૉ નિકાલ કરવામાં આવી રહયો છે.

- text