1 સપ્ટેમ્બર : સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજી તો કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં નોમિનલ ઘટાડો

- text


  • ક્રૂડ તેલમાં ૧૯,૫૯,૪૦૦ બેરલ્સના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં મામુલી સુધારો
  • પ્રથમ સત્રમાં રૂ.૧૨,૫૬૯ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૯૧,૧૯૩ સોદામાં રૂ.૧૨,૫૬૯.૧૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ ચાલુ રહી વાયદા વધુ વધ્યા હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૪૪ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧,૮૨૦ ઊછળ્યો હતો. બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક સુધારો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, સીપીઓ અને મેન્થા તેલમાં નોમિનલ ઘટાડો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૪૫૧૭ સોદાઓમાં રૂ.૬૯૭૫.૫૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૨૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૨૧૦૦ અને નીચામાં રૂ.૫૧૭૨૨ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૪ વધીને રૂ.૫૧૯૪૫ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૨ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૪૨૧૨૬ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૫૨૭૪ થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૨૬ વધીને બંધમાં રૂ.૫૧૫૨૫ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૮૫૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૯૩૧૫ અને નીચામાં રૂ.૬૮૨૦૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૨૦ વધીને રૂ.૬૯૧૩૮ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૧૨૭૮ વધીને રૂ.૭૧૬૫૧ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૧૨૯૭ વધીને રૂ.૭૧૬૫૧ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૨૯૭૭ સોદાઓમાં રૂ.૨૧૩૫.૯૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૧૫૯ ખૂલી, ઊપરમાં રૂ.૩૧૫૯ અને નીચામાં રૂ.૩૧૩૪ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬ વધીને રૂ.૩૧૫૧ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૧૫૧૩ સોદાઓમાં કુલ રૂ.૧૬૦.૮૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૭૮૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૮૯૦ અને નીચામાં રૂ.૧૭૬૬૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે કોઈ ફેરફાર વગર રૂ.૧૭૭૩૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૭૬૭.૧ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૩ ઘટીને બંધમાં રૂ.૭૬૧.૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૮૭.૨ ખૂલી, ઊપરમાં રૂ.૯૮૯.૮ અને નીચામાં રૂ.૯૮૨ રહી, અંતે રૂ.૯૮૩.૭ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૦૩૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૩૫ અને નીચામાં રૂ.૧૦૩૧.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩ ઘટીને રૂ.૧૦૩૨ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૨૯૬૦ સોદાઓમાં કુલ રૂ.૩૪૧૯.૨૦ કરોડ ની કીમતનાં ૬૫૮૦.૪૭૪ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૯૧૫૫૭ સોદાઓમાં કુલ રૂ.૩૫૫૬.૩૫ કરોડ ની કીમતનાં ૪૯૮.૩૫૭ ટન, ક્રૂડ તેલમાં ૧૨૫૫૫ સોદાઓમાં રૂ.૬૧૬.૮૯ કરોડનાં ૧૯૫૯૪૦૦ બેરલ્સ, કોટનમાં ૧૦૨ સોદાઓમાં રૂ.૬.૨૭ કરોડનાં ૩૫૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૩૩૯ સોદાઓમાં રૂ.૧૪૮.૬૮ કરોડનાં ૧૯૩૯૦ ટન, મેન્થા તેલમાં ૩૭ સોદાઓમાં રૂ.૪.૪૭ કરોડનાં ૪૫.૩૬ ટન, કપાસમાં ૩૫ સોદાઓમાં રૂ.૧.૩૮ કરોડનાં ૨૬૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૧૫૦૩.૪૯૬ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૧૬.૯ ટન, ક્રૂડ તેલમાં ૪૫૭૬ બેરલ્સ, કોટનમાં ૧૮૩૨૫ ગાંસડી, સીપીઓમાં ૭૨૪૯૦ ટન, મેન્થા તેલમાં ૧૪૯.૦૪ ટન અને કપાસમાં ૪૮૦ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૭૧ ખૂલી, ઊપરમાં રૂ.૫૮૪.૫ અને નીચામાં રૂ.૪૭૯.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૪૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૧૪.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૩૫ અને નીચામાં રૂ.૨૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૫.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪૬૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૦૦ અને નીચામાં રૂ.૪૫૨૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૮૨૪.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૨૨૮ અને નીચામાં રૂ.૨૯૩૫.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૧૨૮.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૨૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૯૬.૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૧.૯ અને નીચામાં રૂ.૯૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૦.૨ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૧૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૪ અને નીચામાં રૂ.૧૦૦.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૪.૯ બંધ રહ્યો હતો.

- text