બગથળા ગામે જાહેરમાં જુગાર રમતા નવ પકડાયા

- text


કુલ રોકડ રૂ. 33,120 જપ્ત

મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના બગથળા ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.

 

આજે તા. 2ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બગથળા ગામે જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા આરોપીઓ વિજયકુમાર નરશીભાઇ સાણંદીયા, યશપાલસિંહ ભુપતસિંહ રાઠોડ, સનેશભાઇ ઉર્ફે મુન્નાભાઇ ધીરૂભાઇ સરવૈયા, અલ્પેશભાઇ રાઘવજીભાઇ કોરટીયા, જગદીશભાઇ પરસોત્તમભાઇ રૂદાતલા, મહેશભાઇ રઘુભાઇ માલકીયા, વિનોદભાઇ જશમતભાઇ રાજપરા, ભીમાભાઇ ભુરાભાઇ મકવાણા, વિનોદભાઇ છગનભાઇ વરસડા પાસેથી રોકડ રૂ. 33,120 તથા મોબાઇલ ફોન નંગ 9 (કિં.રૂ. 10,500) તથા એક અલ્ટ્રોકાર (કિં.રૂ. 1,00,000) મળી કુલ રૂ. 1,43,620ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓની ધોરણસર અટક કરી તમામ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text

- text