મોરબી : ખેવારીયા ગામે નીચાણવાળા મકાનોમાં પાણી ઘુસ્યા

- text


મદદ માટે સ્થાનિકોની તંત્રને અપિલ :

મોરબી : જિલ્લામાં પાછલા 2 દિવસથી અવિરત મેઘ સવારી ચાલુ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધુ વરસાદને પગલે અવરજવરના ઘણા રસ્તાઓ પર પાણીમાં ફરી વળ્યા છે. ઠેર-ઠેર નદી-નાલાં બે કાંઠે વહી રહ્યા છે. ત્યારે મોરબીના ખેવારીયા ગામે લોકો પાણી વચ્ચે ફસાઈ જવાના દ્રશ્યો સર્જાયા છે.

ખેવારીયા ગામે નીચાણવાળા વિસ્તારમાં આવેલ ૧૦થી વધુ મકાનોની ચારેબાજુ પાણી ફળી વળ્યા છે. આ ઘરો સુધી પહોંચવાનો રસ્તો પણ ઢીંચણસમા પાણીથી ભરાઈ ગયેલ છે. ઘણા લોકો ઘરવખરી છોડીને ઘરમાં પાણી ઘુસે તે પહેલા નીકળવાના પ્રયત્નો કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસી સાહિલભાઈ પરમારે જણાવ્યું હતું કે, દરવર્ષે વરસાદી માહોલમાં આવી હાલત જ થાય છે અને અમો પાણી વચ્ચે જીવવા મજબુર બન્યા છીએ. તેઓએ આ બાબતે ધ્યાન દોરી તંત્ર મદદ કરે તેવી અપિલ કરી હતી.

- text


મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

- text