વરસાદ અપડેટ : સવારે 8થી 10માં મોરબી જિલ્લામાં પડેલા વરસાદની વિગત

- text


મોરબીમાં એક ઇંચ, માળીયા અને હળવદમાં બે ઇંચ

મોરબી : આજે રવિવારે મોરબી જિલ્લામાં સવારથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. ભારે વરસાદની આગાહીની વચ્ચે મોરબી જિલ્લામાં એક સર થઈ વરસાદ વરસી રહ્યો છે. આજે 23 ઓગસ્ટ, રવિવારે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં બે કલાકમાં મોરબીમાં એક ઇંચ, માળીયા અને હળવદમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાંકાનેર અને ટંકારા હળવા ઝાપટા નોંધાયા છે. જ્યારે 10 વાગ્યા બાદ પણ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. અને ભારે તેમજ સતત વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. તંત્ર દ્વારા આ વરસાદી માહોલમાં કામ વગર લોકોને બહાર ન નીકળવા અપીલ કરી છે.

- text