નીચી માંડલ ગામમાં ત્રીજા માળેથી પડતા યુવકનું સારવાર દરમિયાન મોત

- text


મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામમાં એક યુવક ત્રીજા માળેથી પડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

નીચી માંડલ ગામમાં રોલ્જા ગ્રેનાઇટ કારખાનાની કોલોનીમાં રહેતા દાસામાજી મંગલમાજી (ઉ.વ. 28)એ ગઈકાલે તા. 22ના રોજ રાત્રીના બે વાગ્યે કોઇ કારણસર કોલોનીમા ત્રીજા માળેથી પડી ગયા હતા. આથી, તેને ડાબા હાથે તથા શરીરે મુંઢ ઇજા થઇ હતી. તેને પ્રાથમિક સારવાર માટે મોરબીની હોસ્પીટલ બાદ વઘુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. જેનું ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text