મકનસર ગામે લેબર કોલોનીમાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે લેબર કોલોનીમાં એક યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

મકનસર ગામે એપેક્ષ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા 23 વર્ષીય ગુડનભાઇ કંચેરીભાઇ નન્હીલાલ અહિરવાલ એ ગઈકાલે તા. 22ના રોજ રાત્રીના સમયે કોઇ કારણોસર રૂમ બંધ કરી ઓરડીની એંગલમા પ્લાસ્ટીકની દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text