મોરબીના શનાળા રોડ ઉપર દોઢ-દોઢ ફૂટ પાણી ભરાયા

- text


નાલા ઉપર વોકળાનું પાણી રોડની સમતલ થયું : ક્રિષ્ના પાર્ક-2માં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા

મોરબી : મોરબીમાં આજે મેઘરાજાએ બોલાવેલી ધડબડાટીથી જનજીવનને ભારે અસર પહોંચી છે. લોકોને આજે રવિવાર ઘરમાં જ પસાર કરવો પડે તેવી સ્થિતિ જોવા મળી હતી. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેમાં શનાળા રોડ ઉપર દોઢ ફૂટ સુધી પાણી ભરાયું હતું. તેમાં પણ નાલું છે તેમાં દીવાલ પાડી નાખવામાં આવી હોય વોકળાનું પાણી રોડની સમતલ થઈ ગયું હતું. આ સાથે ક્રિષ્ના પાર્ક-2મા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. જેને કારણે લોકોએ તંત્રએ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ઉપરાંત અમુક સ્થાનિકોએ એવો કટાક્ષ પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે કે “પાલિકાના આશીર્વાદથી અમારે ત્યાં બાળકો હોડીની રમત ઘરમાં જ રમી શકે છે.”



શનાળા રોડ

- text



ક્રિષ્ના પાર્ક-2



 

- text