ટંકારાનો ડેમી-1 ઓવરફ્લો : ડેમી-2ના સાત અને ડેમી-3ના છ દરવાજા ખોલાયા

- text


 

મચ્છું-1 ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા: મચ્છું-2 ડેમમાં હજુ પાણીની પ્રમાણસર આવક હોવાથી એક પણ દરવાજો ખોલાયો નથી

મોરબી: મોરબી પંથકમાં આજે મેઘરાજા અનરાધાર વરસતા તમામ ડેમોમાં નવા નિરની આવક થઈ છે. મચ્છું-3, બંગાવડી, ડેમી-2, બ્રાહ્મણી-2 અને ઘોડાધ્રોઈ ઓવરફ્લો થયા છે. જો કે અત્યારે ડેમી-1 પણ ઓવરફલો થયો છે અને ડેમી-2 તથા ડેમી-3 હાઈ એલર્ટ ઉપર આવતા વધુ દરવાજા ખોલવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં આજે ભારે વરસાદને કારણે ડેમોમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. જેમાં મચ્છું-1 ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મચ્છું-2 ડેમમાં પ્રમાણસર પાણીની આવક હોવાથી એક પણ દરવાજો ખોલવામાં આવ્યો નથી. જ્યારે ડેમી-1 ડેમ અત્યારે ઓવરફલો થયો છે. જેથી મિતાણા, હરિપર, ભૂતકોતડા, હરબટીયાળી, ટંકારા, ધ્રુવનગર, રાજાવડ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

- text

જ્યારે ડેમી-2 ડેમ 19965 ક્યુસેક પાણીની આવક હોય ડેમના 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે ડેમી-3 ડેમમાં 16515 ક્યુસેક પાણીની આવક હોવાથી 6 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. આ સાથે બ્રાહ્મણી-2 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે.

ઘોડાધ્રોઇ ડેમમાં 4491 ક્યુસેક પાણીની આવક છે. જેથી 3 ગેટ એક ફૂટ ખોલવામાં આવ્યા છે. મચ્છું-3 ડેમમાં 3556 ક્યુસેક પાણીની આવક છે. જેથી બે ગેટ બે ફૂટ સુધી ખુલેલા યથાવત રાખવામાં આવ્યા છે.

- text