મોરબી, વાંકાનેર અને ટંકારામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ 27 શખ્સો ઝડપાયા

- text


મોરબી : શ્રાવણ માસમાં સાતમ-આઠમના તહેવારો શરુ થઇ ગયા છે. ત્યારે જુગાર રમવાની બદીએ જોર પકડ્યું છે. ગઈકાલે તા. 7ના રોજ મોરબી જિલ્લામાં પોલીસે અનેક જગ્યાએ રેઇડ પાડી જુગાર રમતા 27 લોકો સામે કાર્યવાહી કરી છે. પોલીસે જે તે પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ આરોપીઓની અટકાયત કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા વીસીપરામાં ઈંટોનાં ભઠ્ઠા પાસે જુગાર રમતા રેહમાનભાઇ ઇસ્માઇલભાઇ ઝુણેઝા, ઇમરાનભાઇ કરીમભાઇ બાબવાણી, કમલેશભાઈ ટપુભાઇ દોણકીયા તથા કમ્લેશભાઇ ટપુભાઇ દોણકીયાને પકડી પાડી રોકડ રકમ રૂ. 640 જપ્ત કર્યા છે. તેમજ નેશનલ હાઇવે પર ફર્ન હોટલ સામે દર્શન હોટલની બાજુમાં જુગાર રમતા ગનીખાન રસુલખાન ખોરમ, અલ્તાફભાઇ હસુભાઇ કુરેશી તથા અકબરભાઇ કાસમભાઇ ભટીને ઝડપી પાડી કુલ રોકડ રૂ. 10,600 કબ્જે કર્યા હતા. ઉપરાંત, નેશનલ હાઇવે પર વસુંધરા હોટલ પાસે કાંતીનગર જવાનાં રસ્તે જુગાર રમતા લતીફભાઇ રહીમભાઇ સુમરા તથા આરીફભાઇ દીલાવરભાઇ રાઠોડને પકડી પાડી રોકડ રૂ. 1,700 કબ્જે કર્યા હતા.

- text

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પાડધરા ગામેથી જુગાર રમતા વિનોદભાઈ લવજીભાઈ ગોરીયા, અનીશભાઈ જેસીંગભાઇ ડેણિયા, કેશાભાઈ શામજીભાઈ બાવળીયા, રઘુભાઇ શામજીભાઈ બાવળીયા, વિહાભાઈ ધરમશીભાઈ ડેણિયા તથા ભુપતભાઇ માંડળભાઈ પાંચિયાને ઝડપી પાડી રોકડ રૂ. 71,100 કબ્જે કર્યા છે. તેમજ સરતાનપર ગામે રામજી મંદીરના પાછળના ભાગે જાહેરમાં જુગાર રમતા ગેલાભાઇ જીણાભાઇ માણસુરીયા, મહેશભાઇ જેસાભાઇ સરાવાડીયા, ભરતભાઇ નાગજીભાઇ ઉડેચા, ગેલાભાઇ નરભેરામભાઇ શીહોરા તથા પરબતભાઇ શીવાભાઇ સરાવાડીયાને રોકડ રૂ. 7,200 સાથે પકડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત, સીંધાવદર ગામે અનુજાતી વાસમાં જુગાર રમતા જાવેદ હુશેન ઉર્ફે ભુરો મીમનજીભાઇ શેરસીયા તથા હરસુખભાઇ ઉર્ફે બીબો પ્રેમજીભાઇ સીતાપરાને રોકડ રૂ. 250 સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

ટંકારા તાલુકાના સજનપર (ઘુનડા) ગામે ગોપાલભાઇ રામજીભાઇ પંચરવાળાની દુકાન પાસે જુગાર રમતા લાલજીભાઇ ભવાનભાઇ મકવાણા, ભરતભાઇ ખીમજીભાઇ મકવાણા, સાગરભાઇ કરશનભાઇ ભીસડીયા, ભરતભાઇ છગનભાઇ ગોરીયા તથા કરશનભાઇ છનભાઇ ભીસડીયાને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 10,370 જપ્ત કરી છે. તેમજ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text