જગતાત ડિજિટલ આંદોલનના સમર્થનમાં રાતાભેરના ખેડૂતોએ વૃક્ષારોપણ કર્યું

- text


પાક વિમો, દેવા માફી અને ખેડૂત આગેવાનો પર થતાં અત્યાચાર બંધ કરવા કરાઈ માંગ

હળવદ : ગઈકાલે હળવદ તાલુકાના રાતાભેર ગામના ખેડૂતો દ્વારા જગતાત ડિજિટલ આંદોલનના સમર્થનમાં ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ જે માંગણીઓ સાથે ડિજિટલ આંદોલનના મંડાણ મંડાયા છે. તે માંગણીઓને વહેલી તકે રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીને લઇ એકઠુ થવું શક્ય નથી. જેથી, ખેડૂતો દ્વારા પાક વિમો, દેવા માફી અને ખેડૂત આગેવાનો ઉપર થતા અત્યાચારો બંધ કરવાની માંગ સાથે જગતાત ડિજિટલ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે આ આંદોલન દિવસેને દિવસે વધુ વેગવંતુ બનતું જઈ રહ્યું છે અને ખેડૂતો દ્વારા પોતાના ઘરે અથવા તો ખેતરે પ્રતીક ધરણાં પર ઉતરી રાજ્ય સરકાર સમક્ષ વિરોધ નોંધાવી રહ્યા છે.

ત્યારે ગઈકાલે હળવદ તાલુકાના રાતાભેર ગામના ખેડૂતો દ્વારા જગતાત ડિજિટલ આંદોલનના સમર્થનમાં ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ હાલ જે અત્યારે ડિજિટલ આંદોલન થકી રાજ્ય સરકાર સામે ખેડૂતો સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે, ખેડૂતોના હક્કનો પાક વીમો આપવામાં આવે અને ખેડૂત આગેવાનો પર થતાં અત્યાચારો બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ ખેડૂતો માટે લડવાવાળા બહુ ઓછા વ્યક્તિઓ છે. જો કે જે છે તે જગતાત યોદ્ધાઓ એવા પાલભાઇ આંબલિયા, રતન સિંહ ડોડીયા, રાજુભાઇ કરપડા, જે. કે. પટેલ સહિતનાઓ જે ખેડૂતો માટે લડી રહ્યા છે. જેથી, તેઓનાં સમર્થનમાં અમે છીએ.

- text

- text