મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની કારોબારી કમિટીના સભ્યોની વરણી કરાઈ

- text


મોરબી : મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની વ્યવસ્થાપક કમિટીની તાજેતરમાં મુદ્દત પૂર્ણ થતાં મંડળી દ્વારા નવા કારોબારીઓ/વ્યવસ્થાપક કમિટીના સભ્યોની વરણી માટે સતાવાર રીતે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું અને આગામી ૧૪ ઓગસ્ટના રોજ ચૂંટણી યોજવાનું નક્કી થયેલ હતું. પરંતુ તાલુકાના પ્રાથમિક શિક્ષક સભાસદો થકી અને વ્યવસ્થાપક કમિટીના સુચારુ સંચાલન થકી ચાલતી આ સમૃદ્ધ મંડળીમાં રાજકીય વાતાવરણનું નિર્માણ ન થાય અને સર્વાનુમતે સિલેક્શન થકી વ્યવસ્થાપક કમિટીના તમામ સભ્યોની બિનહરીફ વરણી થાય અને મંડળી સૌના સાથ,સૌના વિકાસ થકી ‘વિના સહકાર,નહીં ઉદ્ધાર’..ના સૂત્રને ચરિતાર્થ કરે તે માટે મંડળીના વર્તમાન પ્રમુખ ધનજીભાઈ કુંડલીયા, મંત્રી નરેશભાઈ ફુલતરીયા, ઉપપ્રમુખ મગનભાઈ અંબાણી, મોરબી ગ્રામ્ય તાલુકા પ્રા.શિ. સંઘના પ્રમુખ સંદીપ બી. આદ્રોજા, મહામંત્રી અશ્વિનભાઈ આર. દલસાણીયા, મોરબી શહેર પ્રા.શિ. સંઘના પ્રમુખ ધીરુભાઈ જાકાસણીયા, શિક્ષક અગ્રણી રમેશભાઈ એસ. જાકાસણીયા (જાકા સાહેબ) વગેરેના સૌ સભાસદ શિક્ષકો વતી સતત અને સઘન પ્રયત્નો થકી મંડળીના તમામ ૧૭ વ્યવસ્થાપક કમિટીના કારોબારી સભ્યોની બિનહરીફ વરણી થયેલ છે.

- text

આમ, આ મંડળી દ્વારા સહકાર અને સંગઠનની ભાવના ચરિતાર્થ થયેલ છે. નવા બિનહરીફ વરાયેલા વ્યવસ્થાપક કમિટીના સભ્યો તરીકે ધનજીભાઈ કુંડલીયા, મગનભાઈ અંબાણી, નરેશભાઈ ફુલતરીયા, શૈલેષભાઈ ધાનજા, અંકિતભાઈ જોશી, ધવલભાઈ સરડવા, રાજેશભાઈ પરમાર, ભરતભાઈ ચાવડા, જયંતીભાઈ કુંડારીયા, ધર્મેન્દ્રભાઈ રંગપડીયા, નરભેરામભાઈ ડઢાણીયા, જેસંગભાઈ મિયાત્રા, વિજયભાઈ પડસુંબિયા, કમલેશભાઈ દલસાણીયા, પ્રવિણાબેન પટેલ, મનીષાબેન વિરમગામા અને ભારતીબેન ઘેંટિયાની બિનહરીફ વરણી થયેલ છે. જ્યારે સંકલનની ભાવના સાથે નટવરલાલ ચોટલિયા, અશોકભાઈ ઘોડાસરા, હિતેશભાઈ બરાસરા અને ધર્મેન્દ્રભાઈ કાવઠીયાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચેલ છે. મંડળીના સૌ શિક્ષક સભાસદને શુભેચ્છાઓ પાઠવેલ છે.

- text