મોરબીના જેતપર ગામે મહાકાલેશ્વર દાદાનો વરઘોડો મોકૂફ

મોરબી : મોરબીના જેતપર ગામે દર વર્ષે શ્રાવણ માસની પૂનમે યોજાતો મહાકાલેશ્વર દાદાનો વરઘોડો મોકૂફ રાખેલ છે. વધૂમાં આવતીકાલે પવિત્ર પૂનમને સોમવારે મહાકાલેશ્વર મહાદેવને રુદ્રાક્ષ શ્રૃંગાર કરવામાં આવશે. તેમ મંદિરના મહંતબલરજગીરી (સ્વામીજી)ની યાદીમાં જણાવાયું છે.