મોરબીમાં ગેરકાયદેસર ખનીજ ભરી જતા પાંચ ડમ્પરો ઝડપાયા

મોરબી : મોરબીમાં ગેરકાયદેસર ખનીજ ભરી જતા પાંચ ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ખાણ ખનીજ વિભાગ દ્વારા ગઇકાલે રાત્રે ગેરકાયદેસર રીતે ખનીજનું પરિવહન કરી રહેલ ડમ્પર નં. જીજે-૩૬-ટી-૭૦૮૪, જીજે-૩-બીવી-૮૨૯૯, જીજે-૩૬-ટી-૮૪૨૫, જીજે-૩૬-ટી-૫૫૩૨ અને અન્ય એક ટ્રકને અટકાવીને તેમાં ભરેલ ખનીજ અંગે આધાર પુરાવા માગ્યા હતા. જે ન હોવાથી ખાણ ખનીજ વિભાગ દ્વારા પાંચેય ડમ્પરને કબ્જે કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી ધરેલ છે.