IITEની પરીક્ષા મોરબીમાં જ આવતીકાલ રવિવારે યોજાશે

- text


મોરબી : સામાન્ય રીતે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટીચર્સ એજ્યુકેશન (IITE)ની પરીક્ષા ગાંધીનગરમાં યોજવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે પ્રથમ વખત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટીચર્સ એજ્યુકેશનની પરીક્ષા આવતીકાલે તા. ૨/૯/૨૦૨૦ના રોજ મોરબી જીલ્લાની વી. સી. હાઈસ્કૂલમાં લેવાશે. આ વર્ષે મોરબી જિલ્લામાંથી ૬૫ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં એક બ્લોકમાં સરકારની ગાઈડલાઈન અનુસાર સોસિયલ ડિસ્ટનસિંગના પાલન માટે ૩૦ વિદ્યાર્થીઓને બદલે ૧૨ને જ બેસાડવામાં આવશે. જેમાં ઝોનલ અધિકારી તરીકે જય ઉમિયાજનની નિમણૂંક કરવામાં આવી છે. આ પરીક્ષાનો સમય સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦નો છે.

- text