મોરબી : બાથરૂમમાં પડી જતા વૃદ્ધનું આકસ્મિત મૃત્યુ

મોરબી : મોરબીના રવાપર રોડ પર સોમનાથ સોસાયટીમાં પ્લેટીનીયમ હાઇટ્સમાં રહેતા હરીચંદ્ર રમણીકલાલ મહેતા (ઉ.વ. ૬૩) ગઈકાલે તા. 31 જુલાઈના રોજ સાંજે 7-30 વાગ્યાની આજુબાજુ પોતાના ઘરે બાથરુમમાં કોઇપણ કારણોસર પડી ગયા હતા. આથી, તેમને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.