યુવાનો દ્વારા સરાહનીય કાર્ય : હાઉસિંગ બોર્ડમાં ઘરે ઘરે માસ્ક અને સેનેટાઈઝરનું નિ:શુલ્ક વિતરણ કરાયું

- text


મોરબી : મોરબીના વોર્ડ નં.-9માં આવેલા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અને સિવિલ કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા શક્તિપાલસિંહ ચુડાસમા નામના યુવા નેતા અને તેના મિત્રો દ્વારા નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારના રહેણાંક મકાનમાં ઘરે-ઘરે જઈને અંદાજે 5000 જેટલા માસ્ક અને 1000 જેટલા સેનેટાઈઝરના પાઉચનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કેનાલ પાસે ઝૂંપડીપટ્ટી વિસ્તારમાં પણ માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કર્યું હતું. આ કાર્યમાં ઓમદેવસિંહ ગોહિલ, પ્રદિપસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ પરમાર પણ જોડાયા હતા. મોરબીના સેવાભાવી યુવાનોના આ કાર્યને સ્થાનિકોએ વધાવી લીધો હતો અને કોરોના મહામારી સમયે લોકોને બચાવવા જે મહેનત કરી તે માટે તેનો આભાર વ્યક્ત કર્યો હતો.  

- text