વાંકાનેરના 30 ગામોમાં 5000 વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ જતન કરવાનો સંદેશો આપતી એફ્પ્રો સંસ્થા

જમીનનુ ધોવાણ અટકાવવા અને વેરાન જગ્યાને વગડો બનાવતી સંસ્થા

વાંકાનેર : એક્શન ફોર ફ્રુડ પ્રોડક્શન એફ્પ્રો સંસ્થા વાકાનેરમા ૨૦૧૨થી ખેડુતો, મજુરો અને મહિલાઓ માટે કામ કરી રહી છે. જેમા પર્યાવરણ અને જમીનના રક્ષણ માટે આ વર્ષે વાંકાનેરના ૩૦ ગામડાના ખુણાખાચરે વેરાન જગ્યા અને ધોવાણવાળા શેઢાપાળા ફરતે વુક્ષારોપણ કર્યુ હતું. અને નાગરિકોમા પર્યાવરણ પત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

આ કાર્યમા સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર નિતીનકુમાર બંસલ, વાકાનેર પિયુ મેનેજર ગુલાબભાઈ સિપાઈ, સોયબભાઈ પરાસરા સહિત તમામ ફિલ્ડ ફેસીલેટર જોડાયા હતા. પ્રતિ વર્ષ સંસ્થા વાકાનેર સહિત મોરબી જીલ્લાના અન્ય તાલુકામાં પણ હજારોની સંખ્યામા વુક્ષારોપણ કરે છે અને તેના જતનની જવાબદારી નિભાવે છે.