મોરબી : રહેણાંકમાંથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો

- text


મોરબી : મોરબી શહેરના એક રહેણાંક મકાનમાંથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ અને એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય, તે દરમિયાન મોરબીના વાવડી રોડ પર આવેલ બાવરીયા પીરની દરગાહ પાછળ ઓમ પાર્ક વિસ્તારમાં રહેતા અલીભાઈ ગુલામભાઈ સંઘવાણીને પોતાના રહેણાક મકાનમાંથી ગેરકાયદેસર લાયસન્સ કે કોઈ આધાર વગર દેશી બનાવટનો તમાચો નંગ-1, કી.રૂ. 2000 તથા જીવતા કાર્ટીસ નંગ 2, કીમત રૂ. 200 સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text