મોરબી : જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

- text


મોરબી : મોરબી શહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરની સેન્ટમેરી સ્કુલની પાછળના ભાગે બાવળની નીચે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 25,200 જપ્ત કરવામાં આવ્યા હતા. આ બનાવમાં પોલીસે મહેશભાઈ રતિલાલભાઈ વારેવડીયા, મુસ્તાકભાઈ હાજીભાઈ સુમરા, અસલમભાઈ અબ્દુલભાઈ સુમરા, યુનુસભાઈ જીવાભાઈ સુમરા અને હિરેનભાઈ સંજયભાઈ જોશી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text

- text