કોરોનાના કેહેરની વચ્ચે મોરબીમાં વહીવટી તંત્ર દ્વારા ધારાસભ્યની પેટા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરાઈ

- text


ઇવીએમ મશીનો અને 291 મતદાન બુથોની સઘન ચકાસણી હાથ ધરાઈ

મોરબી : મોરબીના ધારાસભ્ય પદેથી થોડા સમય પહેલા બ્રિજેશ મેરજાએ રાજુનામું આપી દેતા હવે ખાલી પડેલી મોરબીની ધારાસભ્યની બેઠક ઉપર આગામી સમયમાં પેટા ચૂંટણી યોજવાનું નિશ્ચિત થઈ ગયું છે. ત્યારે એક બાજુ મોરબીમાં કોરોનાના વધતા કેસની વચ્ચે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારાસભ્યની પેટા ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. પેટા ચૂંટણીના તૈયારીના ભાગરૂપે ઇવીએમ મશીનની ચકાસણી તેમજ 291 મતદાન મથકોની પણ ચકાસણી હાથ ધરાઈ છે.

મોરબીમાં આગામી સમયમાં ધારાસભ્યની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પેટા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ દિવસથી ઇવીએમ મશીનની ચકાસણી હાથ ધરવામાં આવી છે અને બીએલ કંપનીમાં આવેલ ઇવીએમ મશીનોની એન્જિનિયરો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે 291 મતદાન બુથ છે એનાથી ત્રણ ગણા ઇવીએમ મશીનની ચકાસણી કરીને ખરાબ ઇવીએમને પરત મોકલાશે..તેમજ મતદાન બુથનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કામગીરી હાલ ડેપ્યુટી કલેકટર ખાચર સહિતના અધિકારીઓની ટીમ દ્વારા કામગીરી હાથ ધરી અત્યાર સુધીમાં 270 મતદાન બુથોની વ્યવસ્થા અંગે ચકાસણી કરવામાં આવી છે.

- text

- text