મોરબી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી મામલે આમ આદમી પાર્ટીનું આવેદન

- text


સિવિલ અધિક્ષકને રૂબરૂ મળીને સ્ટાફની લાલીયાવાળી સામે ઉગ્ર રજુઆત કરી : જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી

મોરબી : આમ આદમી પાર્ટી મોરબી શહેર દ્વારા આજે મોરબી સિવિલ અધિક્ષકને રૂબરૂ મળી એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોરબી સરકારી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કોરોના દર્દીઓની સારવારમાં ખૂબ જ સરસ કામગીરી કરી છે તેને બિરદાવી હતી. પરંતુ છેલ્લા એક પખવાડિયામાં મોરબી સરકારી કોવિડ ૧૯ હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગંભીર બેદરકારીઑ આચરવામાં આવી છે. તે અંગે ઉગ્ર રજુઆત કરીને જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આપ પાર્ટીએ રજુઆતમાં જણાવેલ કે હોસ્પિટલ તંત્રની અગાઉની સારી કામગીરી સામે એક ખરાબ ઘટના સિવિલ હોસ્પિટલની છબીને બગાડી શકે છે. જેમાં બે દિવસ પહેલા સાંજે બે ઘટનાઓ સોસિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. જે ખૂબ જ ગંભીર બેદરકારી દર્શાવે છે. પ્રથમ ઘટનામાં એક કોરોના પોઝિટિવ મહિલા સારવાર માટે દાખલ થવા આવે છે ત્યારે ટેબલથી ટેબલ અને રૂમથી રૂમ મોકલવામાં આવે છે અને અંતે કોઇ સરખા જવાબ ના મળતા તેઓ રાજકોટ સારવાર માટે જતાં રહેવું પડે છે અને બીજી ઘટનામાં મોડી સાંજે એક સાથે ૯ કોરોનાના કેસ આવ્યા હતા. જેમાંના ૨ દર્દીને કોરોનાના સામન્ય લક્ષણ હોવાથી મોરબી ઘુંટુ ખાતે આવેલ પોલીટેક્નિકલ કોલેજ ખાતે કોરોના કેર સેન્ટરમાં દર્દીને એમ્બ્યુલન્સમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં જઈને જાણવા મળ્યું કે કોઈ જવાબદાર અધિકારી હાજર નથી અને પૂરતી સુવિધા પણ ઉપલબ્ધ નથી. એમ્બ્યુલન્સ ડ્રાઇવરએ ફોન કરીને વિવિધ અધિકારીને કોરોના કેર સેન્ટર પર સુવિધા નથી. તેની જાણ કરી તેવી વાત સોશિયલ માધ્યમોમાં વહેતી થયેલ જે ઘટના ખુબ જ ગંભીર કહેવાય.

- text

આ બંને ઘટનાથી સિવિલ તંત્રની દેખરેખમાં આવતી હોવાથી સિવિલ હોસ્પિટલ મોરબી તેમજ મોરબી શહેરની શાખ પર કલંક લાગેલ છે. જે ખરેખર દુ:ખદ છે, આમ આદમી પાર્ટી મોરબી શહેર આ ઘટનાને વખોડે છે અને આ બંને ઘટના તપાસની માંગ કરે છે. આ ઘટના ઘટવા માટે જેમની પણ બેદરકારી સામે આવે તેની સામે પગલાં લેવાની માંગ કરે છે. તેમજ હોસ્પિટલમાં કોવિડ ૧૯ પોઝિટિવ દર્દીઓ માટે એક હેલ્પ વિભાગ ખોલવાનું સૂચન કર્યું છે અને કોઇ પણ જગ્યાએ દર્દીને ભટકયા વગર સારવારની સુવિધા ઊભી કરવા તાત્કાલિક વ્યવસ્થા થાય તેમજ દર્દીની સગવડતા માટે હોસ્પીટલમાં એક જવાબદાર અધિકારીનો નંબર સાર્વજનિક કરી હોસ્પિટલની અંદર તેમજ બહાર મદદ માટે જાહેર બોર્ડ મૂકવામાં આવે તેવી માંગ કરી છે.

- text