શનિવારે બપોરે મોરબીના બંધુનગર ગામે એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો : કુલ કેસ થયા 94

- text


મોરબી : મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. ગઈકાલે શુક્રવારે રેકર્ડબ્રેક 15 કેસ નોંધાયા બાદ આજે શનિવારે બપોરે મોરબીના બંધુનગરમાં રહેતા પુરુષનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળેલ છે. આ સાથે મોરબી જિલ્લાના અત્યાર સુધીના કુલ કેસ 94 થઈ ગયા છે.

મોરબી શહેરમાં બંધુનગર વિસ્તારમાં આવેલ પટેલ વાસમાં રહેતા 42 વર્ષીય હરેશભાઇ લવજીભાઈ દલસાણીયા, તેઓ ખેતીનો વ્યવસાય ધરાવે છે. જેનો આજે તા. 11ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને છેલ્લા 15 દિવસથી તાવ આવતો હતો. આથી, તેઓએ મોરબીની ખાનગી હૉસ્પિટલની સારવાર લીધી હતી. બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી ટ્રાવેલ કે કોન્ટેક્ટ હિસ્ટ્રી જાણવા મળેલ નથી. હાલમાં આરોગ્ય તંત્ર તથા પોલીસ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કેસ સાથે મોરબી જિલ્લાના અત્યાર સુધીના કુલ કેસ 94 થઈ ગયા છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text