મોરબી : હાર્ડવેરની દુકાનો બપોરે 2.30 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય

- text


કોરોનાથી સલામતીના ભાગરૂપે હાર્ડવેર એસોસીએસન દ્વારા આ નિર્ણય લેવાયો

મોરબી : કોરોનાના વધતા સંક્રમણ કારણે તકેદારીના ભાગરૂપે મોરબીના હાર્ડવેર એસોસીએસનના પ્લમબિંગ અને બાથ ફીટીંગ વિભાગ દ્વારા વેપારીઓની સહમતીથી લેવાયેલ નિર્ણય મુજબ દરેક હાર્ડવેરના વેપારી, જેઓ પ્લમબિંગ અને બાથ ફિટિંગ્સના વેચાણ સાથે સંકળાયેલા છે, તે વેપારીઓ પોતાની દુકાન તા. 11ના રોજ શનિવારથી બપોરે 2.30 વાગ્યા સુધી જ ખુલી રાખી શકશે. ત્યારબાદ કોઈપણ સંજોગોમાં દુકાન ખુલ્લી રાખીને વેચાણ કરશે નહીં. આ નિયમનો ભંગ કરનાર હાર્ડવેર એસોસીએસનના નિયમ મુજબ દંડનીય રેહશે. તેમ એસોસીએસનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text