મુખ્યમંત્રી દ્વારા છત્તર મિતાણામાં બનેલ GIDCના 127 પ્લોટની ફાળવણી ડ્રો થકી ઓનલાઇન કરાશે

- text


ટંકારા : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.૧૩-૭-૨૦ ના સવારે ૧૦.૩૦ કલાકે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છત્તર મિતાણા ગામે બનેલ જી.આઇ.ડી.સી.(ગુજરાત ઇન્ડ્રસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન)ના ૧૨૭ પ્લોટની લાભાર્થીઓને ફાળવણી ડ્રો દ્વારા મોરબી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કરાશે.

- text

ટંકારા તાલુકાના છત્તર મિતાણા ગામે બે વર્ષ પહેલા નવનિર્માણ પામેલ જીઆઇડીસી ૨૪.૬૮ હેકટર વિસ્તાર ધરાવે છે. જેમાં ૧૫૭ પ્લોટ પૈકી એમ.એસ.એમ.ઇ.ના ૧૨૭ પ્લોટની ફાળવણી ડ્રો દ્વારા કરાશે. આ પ્લોટ માટે ૧૧૪૩ અરજીઓ આવેલ છે. આ જીઆઇડીસીના કારણે ટંકારા તાલુકામાં ઉદ્યોગો વિકસશે. જેથી સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થશે. મોરબી જિલ્લાનો વધુ આર્થિક વિકાસ થશે. આ જીઆઇડીસી માટે એમ.એસ.એમ.ઇ (નાના, મધ્યમ, લઘુ ઉધોગો) અને રાજય સરકાર દ્વારા અનુદાન આપવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરાશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર જે.બી.પટેલ, અધિક નિવાસી કલેકટર કેતન જોષી, જીઆઇડીસીના રિજિયોનલ મેનેજર દર્શન ઠાકર, ઉદ્યોગકારો, લાભાર્થીઓ તથા સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

- text