કોરોના વિસ્ફોટ – મજબૂત કોણ, આપણે કે કોરોના?

- text


(હિટ વિકેટ… નિલેશ પટેલની કલમે..)

મોરબી જિલ્લા માં હવે કોરોના માજા મૂકી રહ્યો છે એક સમયે ગ્રીનઝોન માં રહેલ મોરબી માં હવે કોરોના નું સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યું છે જિલ્લા માં કોરોના નો આંકડો સદી એ પહોંચવા આવ્યો છે ત્યારે મોરબી જિલ્લા માં સોસીયલ મીડિયા માં સુધરો સુધરો ના તાબોટા પાડવામાં આવી રહ્યા છે અને એકબીજા પર કે સરકાર પર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે ને બીજી બાજુ આ કશા ની ચિંતા વગર કોરોના બિન્દાસ્ત પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યો છે

મોરબી ગુજરાત નો એકમાત્ર એવો જિલ્લો હતો જે કોરોના સંદર્ભે લોકડાઉન પૂર્ણ થઈ ને અનલોક ની જાહેરાત થઈ ત્યાં સુધી સૌથી વધુ સલામત માનવામાં આવી રહ્યો હતો તો સવાલ એ છે કે હવે જિલ્લા માં કોરોના ની સ્થિતિ વિસ્ફોટક દેખાઈ રહી છે એનું કારણ શું ? કેમ સલામત મોરબી ની સલામતી પર જોખમ સર્જાયું ? કેમ વિદેશ સાથે સૌથી વધુ સંકળાયેલ હોવા છતાં સલામત રહેલ મોરબી હવે કોરોના નું હોટસ્પોટ બનવા તરફ ખૂબ ઝડપ થી આગળ વધી રહ્યું છે ? આવા અનેક સવાલો હાલ માં તમામ મોરબીવાસીઓ ના મન માં થઈ રહ્યા છે અને વાસ્તવિક સ્થિતિ ની ચિંતા સોસીયલ મીડિયા માં સતત ચાલતા મેસેજ ના હુમલા માં અનુભવાઈ રહી છે

યાદ કરી જુવો મિત્રો જ્યારે લોકડાઉન ચાલતું હતું ત્યારે કોરોના થી બચવા માટે સૌ કોઈ ચિંતિત હતા કેટલાક તત્વો ને બાદ કરતાં મોટાભાગે તમામ લોકો બહાર નીકળવાનું પણ ટાળતા હતા અને ત્યારે મોરબી જિલ્લો સુરક્ષિત રીતે બચી રહ્યો હતો પરંતુ જે દિવસે સરકાર ને લાગ્યું કે અર્થતંત્ર ને બચાવવા લોકડાઉન પૂર્ણ કરવું જરૂરી છે ત્યારે લોકો પણ ખુશ થયા હતા ઘર માં ને ઘર માં કંટાળેલા લોકો પણ લોકડાઉન પૂર્ણ થાય એવું જ ઈચ્છી રહ્યા હતા ત્યાં સુધી માં તો સોસીયલ મીડિયા માં કોરોના ને ષડયંત્ર પણ ગણાવવામાં આવી રહ્યું હતું આપણા દેશ ની કમનસીબી છે કે જ્યારે દેશ ની સલામતી ની વાત આવે એવી સ્થિતિ માં પણ લોકો પોતાની સમજણ ને જ સત્ય માની ને જે ઈચ્છા થાય એવા આક્ષેપો સોસીયલ મીડિયા માં વાઇરલ કરી ને પોતાની બુદ્ધિમત્તા દુનિયા ને દેખાડવા માં વ્યસ્ત રહીએ છીએ અને આ બધી જ બાબતો ને ધ્યાને લઇ ને દેશ ને ફરી પૂર્વવત કરતા પહેલા સરકાર એ જનજાગૃતિ માટે અનેક પ્રયાસ પણ કર્યા હતા કોરોના થી બચવા માટે સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા થાય એટલી ટકોર સરકાર દ્વારા કરવામાં આવી હતી અરે હદ તો ત્યાં હતી કે પાનમાવા જેવી ચિજવસ્તુઓ ચાલુ કરાવવા માટે પણ ઠેર ઠેર આવેદનો આપવામાં આવી રહ્યા હતા

- text

અંતે અનલોક ની શરૂઆત થઈ ધીમે ધીમે ઉદ્યોગો ને શરૂ કરવા માટે શરતી મંજૂરી આપવાની શરૂઆત થઈ જે પણ શરતો મુકવામાં આવી એ પાલન કરવાની નૈતિક જવાબદારી સાથે ઉદ્યોગો ધીમે ધીમે શરૂ પણ થયા બસ પછી જનતા માંથી એક પછી એક માંગ ઉઠવા લાગી ને સરકારે પણ લોકો જાગૃત છે એ વિશ્વાસ સાથે બધું પૂર્વવત કરવાના પ્રયાસો તેજ કર્યા .. ઉદ્યોગો બાદ નાની મોટી દુકાનો શરૂ થઈ ઘર માં કંટાળેલા લોકો માસ્ક પહેર્યું જ છે ને એવો વિશ્વાસ ખુદ ને અપાવી ને બહાર નીકળતા થયા જરૂરી ગાઈડ લાઈન ને અવગણવા પણ લાગ્યા લોકો જાતે જ વૈજ્ઞાનિક બની બેઠા ને કોરોના પોતાના થી દુર જ છે એમ માની ને બિન્દાસ પૂર્વવત થવા લાગ્યા અને બસ મોકો મળી ગયો કોરોના ને .. એને જોઈતું વાતાવરણ આપણે જાતે જ એને આપ્યું કેસ ની શરૂઆત થઈ પછી પણ બહાર થી આવતા લોકો ને જ કોરોના ના કેસ માટે જવાબદાર માનવામાં આવ્યા આમ કરી ને આપણી બેદરકારી આપણે બીજા પર ઢોળી ને ખુદ ને દૂધ ના ધોયેલા માનવા લાગ્યા પરંતુ હવે સ્થિતિ એ છે કે મોરબી કોરોના માં સદી ફટકારવા ની તૈયારી માં છે દરરોજ કેસ ની સંખ્યા ડબલ આંકડા માં વધી રહી છે

આ સ્થિતિ આવી ને ફરી આપણે સોસીયલ મીડિયા માં જાગૃત નાગરિક ની ફરજ અદા કરવા લાગ્યા સરકાર ને કોસવા લાગ્યા ને બીજા ને જ જવાબદાર ઠેરવવા લાગ્યા .. હાકલા પડકારા કરી ને કોરોના થી જાગૃત થવાની અપીલો કરવા લાગ્યા પણ વિચારો શુ આ સ્થિતિ માટે સરકાર જવાબદાર છે ? ..જ્યારે આપણને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા ત્યારે તંત્ર ની નીતિ ને દમનકારી ગણાવવામાં આવી ને હવે કહીયે છીએ કે દુકાનો નો ટાઈમ ઓછો કરવો જોઈએ બહાર નીકળવું ટાળવું જોઈએ તો આ બધું શરૂઆત થી જ કર્યું હોત તો શું આવી સ્થિતિ આવી હોત ? . હકીકત તો એ છે કે આપણને હવે બધું જ સરકાર કરી આપે એમાં રસ છે પરંતુ એ સમજી લેવાની જરૂર છે કે કોરોના તો ટ્રેલર છે આગામી સમય માં કોરોના થી પણ વધુ વિસ્ફોટક સ્થિતિ ઉભી થઇ પણ શકે છે આપણે માત્ર કોરોના ને જ હરાવવાનો છે એવું બિલકુલ નથી ખરેખર તો આપણે હવે જીવન જીવવાની પદ્ધતિ બદલવાનો સમય આવી ગયો છે મનુષ્યો એ ફેલાવેલી ગંદકી જ આ બધી સ્થિતિ માટે જવાબદાર છે એટલે આ સત્ય ને જલ્દી સ્વીકારી ને કોઈ બીજા પર દોષારોપણ કરવાના બદલે મનોમંથન કરવાની જરૂર છે

જેટલા જાગૃત આપણે સોસીયલ મીડિયા માં છીએ એના થી વધુ જાગૃત રિયલ લાઈફ માં થવું પડશે કોરોના જેવા અદ્રશ્ય દુશ્મન સામે લડવા માટે શારીરિક તાકાત કરતા વધુ જરૂર માનસિક રીતે એકાગ્ર થઈ ને કોરોના ની ચાલ ને નિષ્ફળ બનાવવી એની છે જે દિવસે આપણા વિચારો સાચી દિશા માં ચાલવા લાગશે તે દિવસે જ કોરોના ની ચેઇન ને તોડવામાં આપણે સફળ થઈ શકીશું બાકી આવનાર ખરાબ માં ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે આમ સોસીયલ મીડિયા માં તાબોટા પાડવાથી કાઈ હાથ માં આવશે નહીં જ .. તો આપ સૌ મિત્રો ને મારી વિનંતી છે કે તમે જે ઈચ્છો છો એને સત્ય સાબિત કરવાના બદલે સત્ય છે એને સમજવાનો પ્રયાસ કરો પછી જીત હંમેશા આપણી જ હશે ..

જયહિંદ .. નિલેશ પટેલ મોરબી

- text