મોરબી શહેરમાં વધુ એક પોઝિટિવ કેસ : 69 વર્ષના વૃદ્ધ થયા કોરોનાથી સંક્રમિત

- text


રાજકોટ સિવિલમાં દાખલ નવા બસ સ્ટેન્ડ પાછળ પંચવટી સોસાયટીમાં નવયુગ સ્કૂલ પાસે રહેતા વૃધ્ધનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

મોરબી : મોરબી જિલ્લામાં આજે શનિવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં નવા બસ્ટેન્ડ પાછળના વિસ્તારમાં રહેતા 69 વર્ષના વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 18 ઉપર પોહચી ગઈ છે.

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરવામાં આવેલા મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ પંચવટી સોસાયટીમાં નવયુગ સ્કૂલ પાસે રહેતા રતીભાઈ નરશીભાઈ રજોડીયા ઉ.69 નામના વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધને સાથે ડાયાબીટીસની પણ બીમારી છે. અને હાલ એમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલુમ પડેલ નથી. હાલ તેઓની રાજકોટ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને તેમની તબિયત સ્થિર છે.

- text

જ્યારે નવા બસસ્ટેન્ડ પાછળના વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય, પોલીસ, નગરપાલિકા સહિતના વિભાગના અધિકારીઓ સ્થળ પર પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text