મોરબીના રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનું ઘર બેઠા સન્માન કરાશે

- text


આ વર્ષે કોરોનાના કારણે સન્માન સમારંભ રદ

મોરબી : મોરબીના રાજપૂત સમાજ દ્વારા ગત તા. 15ના રોજ સાંજે રાજપૂત સમાજ ભવન, લખધીરવાસ ખાતે યોજાયેલ મિટીંગમાં નક્કી કરવામાં આવેલ છે કે મોરબી રાજપૂત સમાજ દ્વારા દર વર્ષના જુલાઈ માસના છેલ્લા રવિવારે યોજાતા સરસ્વતી સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે તેમજ સરકારના આદેશ મુજબ જાહેર કાર્યક્રમ થઈ શકે તેમ નથી. તેમ છતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા માટે જે વિદ્યાર્થીઓ સારા માકર્સ મેળવેલ હોઈ અને જેનું સન્માન કરવાનું હોય તેવા વિદ્યાર્થીઓના ઘરે જઈ હોદેદારો દ્વારા શિલ્ડ તથા પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવશે.

- text

દર વર્ષની જેમ ઘો. 5થી કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓની માર્કશીટ તા. 10 જુલાઈ સુધીમાં મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રાજભા સોઢા (મો. 98256 73936) અથવા ગાંધી ચોકમાં નગરપાલિકા ખાતે મહાવીરસિંહ જાડેજા (મો. 99250 20249)ને પહોંચાડવાની રહેશે. વિધાર્થીઓની માર્કશીટમાં ટકાવારી સ્પષ્ટપણે જણાવેલ હોવી જોઈએ. અંગ્રેજી અથવા ગુજરાતી જે માધ્યમ હોય તે સ્પષ્ટ લખેલું હોવું જોઈએ. મોબાઈલ નંબર વાલીઓના જ આપવાના રહેશે. તેમ પ્રમુખ રઘુવીરસિંહ ઝાલાએ યાદીમાં જણાવ્યું છે.

- text