મોરબી શહેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિન નિમિત્તે બટુક ભોજન કરાવાયું

- text


મોરબી : ગઈકાલે તા. ૧૯ જુનના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીનો જન્મ દિવસ હતો. પણ હાલમા કોરોના વાઇરસની મહામારીને લઇને ઉજવણી કરવામાં નહિ આવે તેવો નિણઁય રાહુલ ગાંધી દ્વારા લેવાયેલ છે. જેને લઇને મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીનો જન્મ દિવસ ઉજવણી કરવાના બદલે ગઈકાલે તા. ૧૯/૬/૨૦૨૦ ને શુક્રવારના રોજ સાંજે 6 કલાકે લીલાપર રોડ પર ગરીબ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામજીભાઇ રબારી, કે. પી. ભાગીયા, મોરબી નગરપાલિકાના ચેરમેન ધીરૂભાઈ મકવાણા તેમજ અન્ય આગેવાનો સાથે કાયઁકરો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

- text