મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની ગંદકીથી સ્થાનિકો ત્રસ્ત

- text


મોરબી : શહેરમાં એક જ વરસાદ બાદ રોડ રસ્તાની હાલત કંગાળ બની છે તો બીજી તરફ ઠેરઠેર ગટરો ઊભરાવવાની સમસ્યા પણ વિકરાળ બની છે. મોરબીનો ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે જ્યાં ગંદકીની સમસ્યા ન હોય ત્યારે શહેરના કાલિકાપ્લોટ વિસ્તારમાં ઉભરાતી ગટરોને લઈને એક વિડીઓ સામે આવ્યો છે.

- text

શહેરના કાલિકાપ્લોટ વિસ્તારમાં એટલી હદે ગટરની ગંદકી ઉભરાઈ રહી છે કે સ્થાનિકોને ચાલીને નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ઉભરાતી ગટરની ગંદકીને લઈને તીવ્ર દુર્ગંધથી સ્થનિકો પરેશાન થઈ રહ્યા છે. વળી આ ગંદકીને લઈને ગંભીર રોગચાળાનો ભય પણ લોકોના માથે મંડરાઈ રહ્યો છે. ઉભરાતી ગટરો વચ્ચે ભુંડનો પણ અસહ્ય ત્રાસ હોય સ્થાનિકો રીતસર તોબા પોકારી ગયા છે. પાલિકામાં આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં તંત્રવાહકોના પેટનું પાણી પણ હલતું નથી. આ ગંભીર સમસ્યામાંથી કાલિકાપ્લોટના રહેવાસીઓને ક્યારે મુક્તિ મળે છે તે હવે જોવું રહ્યું.

- text