મોરબી : મંગળવારે લેવાયેલા 60 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે મંગળવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સાત કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી હાલ બે સારવાર હેઠળ છે અને એકનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ચાર સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. ત્યારે મંગળવારે મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં લેવાયેલા 60 સેમ્પલનો રિપોર્ટ આજે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

- text