મોરબી જિલ્લાના 10 ડેમોમાં 33.99 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

- text


સૌથી વધુ મચ્છુ-2 ડેમમાં 1638 મી. ક્યુ. પાણી : સૌથી ઓછું બંગાવડી ડેમમાં માત્ર 12 મી.કયું. પાણી

મોરબી : મોરબી જિલ્લાના 10 ડેમોમાં હાલ 33.99 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. અને બીજી તરફ ચોમાસુ વિધિવત બેસવાની પણ તૈયારી છે. માટે જિલ્લાની પાણી અંગેની સ્થિતિ ખૂબ સારી હોવાનું જણાય આવે છે. હાલ સૌથી વધુ મચ્છું-2 ડેમમાં 1638 મી.ક્યુ. પાણી છે અને સૌથી ઓછું બંગાવડી ડેમમાં માત્ર 12 મી.કયુ. પાણી ઉપલબ્ધ છે.

મોરબી જિલ્લાના તમામ ડેમોની સ્થિતિ જોઈએ તો મચ્છું 1 ડેમ 49.02 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 527 મી.ક્યુ. એટલે કે 21.62 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મચ્છું-2 ડેમ 58.01 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 1638 મી.કયુ. એટલે કે 52.77 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમી-1 ડેમ 24.77 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 258 મી.ક્યુ. એટલે કે 32.98 ટકા પાણીનો જથ્થો છે. ડેમી-2 ડેમ 36.35 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 205 મી.ક્યુબ એટલે કે 27.19 ટકા પાણીનો જથ્થો છે.

- text

ઘોડાધ્રોઇ ડેમ 33.79 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 58 મી.કયુ. એટલે કે 23.80 ટકા પાણીનો જથ્થો છે. બંગાવડી ડેમ 25.07 ફૂટ ઊંડાઈ ધરાવે છે.જેમાં 12 મી.કયું. એટલે કે 4.45 ટકા પાણીનો જથ્થો છે. બ્રાહ્મણી ડેમ 34.84 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 880 મી.કયું. એટલે કે 42.74 ટકા પાણીનો જથ્થો છે. બ્રાહ્મણી-2 ડેમ 53.35 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 253 ફૂટ એટલે કે 36.22 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મચ્છું-3 ડેમ 35.63 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 191 મી.કયું. એટલે કે 67.83 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે ડેમી-3 ડેમ 29.20 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જેમાં 21 મી.કયું. એટલે કે 6.25 ટકા પાણીનો જથ્થો છે.

- text