રાહત યથાવત : બુધવારે લેવાયેલા એક શંકાસ્પદ દર્દી સહિતના 66 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે લેવાયેલા તમામ 66 લોકોના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે.

- text

મોરબી જિલ્લામાં બુધવારે કુલ 66 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ મોરબી શહેરમાં 76 વર્ષના એક શંકાસ્પદ દર્દીના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ આજે નેગેટિવ આવતા મોરબીમાં કોરોનાથી રાહત યથાવત રહી હતી.

- text