ટંકારા : મોરબી નાકાથી સ્મશાન રોડ પર ગંદકીના ગંજ ખડકાયા

- text


અમરાપર રોડ પર ગેરકાયદે દબાણથી રસ્તો બન્યો સાંકડો

ટંકારા : ટંકારાના મોરબીનાકાથી સ્મશાન તરફ જવાના રસ્તે ગંદકીના ગંજ ખડકાયા હોય સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાઈ રહી છે ત્યારે સ્થાનીય તંત્ર આ સમસ્યા પ્રત્યે લાપરવાહ હોય તેવું જણાઈ રહ્યું છે.

- text

ટંકારાના મોરબીનાકાથી સ્મશાન તરફ જતા રસ્તાની બન્ને બાજુ કચરાના ગંજ ખડકાતા અને વરસાદી પાણી સાથે આ કચરો ભળતા રોગચાળાનો ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. અમરાપર રોડ પર ગેરકાયદે દબાણો થઈ જતા રોડ સાંકડો બન્યો છે ત્યારે સ્થાનિકો અને રાહદારીઓ માટે ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે ગંદકી સાથે ભરાયેલા પાણીને લઈને ઋતુજન્ય રોગચાળાનો ભય સતત ઝળૂંબી રહ્યો છે છતાં સ્થાનિક તંત્ર આ સમસ્યા પ્રત્યે બેદરકાર રહેતા સ્થનિકોમાં ભય સાથે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

- text